શિશુકુંજ શાળાના વાર્ષિકોત્સવમાં બાળકોનું કલા પ્રદર્શન

વિનમ્રતા, આંતર અવલોકન, મૌન અને કરૂણા જેવા માનવજીવનનાં ચાર મુખ્ય ગુણો ને - અંતર્ગત શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કુલમાં તારીખ ૨૮/૧/૨૦૧૮ ના રોજ વાર્ષિકોત્સવ યોજાઇ ગયો. કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થના દ્વારા થઇ. અતિથીવિશેષ શ્રી રમેશભાઇ સંઘવી તેમજ શાળાના સંચાલકોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકોએ પ્રસંગોચિત ગીતો રજુ કર્યા હતા. શ્રી રમેશભાઇ સંઘવીના શુભેચ્છા સંદેશની સાથે કાર્યક્રમ આગળ વધ્યો હતો.

વાર્ષિકોત્સવમાં વિવિધ કૃતિઓ જેવી કે વરલી આર્ટ, ઓરીગેમી, હસ્તકલા, છાયા ગીત, વિવિધ રમતો તેમજ વૈજ્ઞાનિક પ્રયોગોનું પ્રદર્શન – નિદર્શન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ બાળકના સર્વાંગી વિકાસની સાથેસાથે જીવન ઉપયોગી શિક્ષણ આપવાનો હતો. આ નવતર પ્રયોગને આમંત્રિત મહેમાનો તેમજ વાલીઓનો બહોળો પ્રતિસાદ સાંપળ્યો હતો. શાળાના શિક્ષકો તેમજ સહ-કર્મચારીઓ સહયોગી રહયા હતા. શાળાના પ્રાધાનાચાર્ય સંધ્યાબેન આચાર્યએ સૌનો આભાર માન્યો હતો.

Author
Sinchan school bhuj's picture