જો તમને તમારા ઘર આંગણે કાંકરેજ ગાયનું ચોખ્ખું દુધ મળે તો ?!

ભુજ શહેરના રહેવાસીઓ માટે "ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન"ની નવી પહેલ દ્વારા હવે આપને મળશે તાજું દોહેલું, શુધ્ધ અને ભેળસેળ મુક્ત કાંકરેજ ગાયનું દુધ ! દરેક ઘરમાં દુધ એક પોષક આહાર તરીકે ખોરાકમાં સામેલ હોય છે ત્યારે એ દુધ એકદમ તાજું અને ચોખ્ખું હોય એવું દરેક લોકો ઇચ્છતા હોય છે! શું તમે પણ ચોખ્ખું દુધ મેળવવા ઇચ્છો છો ? તો હવે સંગઠન અને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ભુજની જનતાને ગાયનું ચોખ્ખું દુધ મળે એ માટે એટીએમ તેમજ હોમ ડિલીવરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

આપણા કચ્છની ગાયો આપણા માટે ગૌરવ સમાન છે! આવા ગૌવંશોનું જતન થાય અને લોકોના પોતાના સ્વાસ્થ્ય માટે પણ પુરતા આહાર સમું ચોખ્ખું દુધ મળી રહે તેવી વ્યવસ્થા "ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન" દ્વારા કરવામાં આવી છે. સંગઠન સાથે સંકલન કરી માલધારીઓના ઉત્કર્ષ માટે કાર્યરત 'સહજિવન' સંસ્થાના નીતાબેન ખુબચંદાનીએ આપેલી માહિતી મુજબ સંગઠનમાં જોડાયેલા ભુજના માલધારીઓની ગાયોનું ચોખ્ખું દુધ ભુજવાસીઓને મળે એ માટેની કવાયત હાથ ધરાઇ છે. આ પ્રક્રિયામાં ગ્રાહકોને તેમના ઘરે પણ તાજું દુધ પહોંચાડવામાં આવશે. વધુ વિગત મુજબ જો એક વિસ્તાર કે કોલોનીમાંથી ૨૫થી ૩૫ ગ્રાહકોની તાજા દુધની માંગ આવશે તો એ વિસ્તારમાં દુધના 'એટીએમ'ની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

 

પશુપાલન સાથે જોડાયેલા ભુજ શહેરના માલધારીઓને દુધના પોષણક્ષમ ભાવ મળી રહે તેમજ ગૌવંશનું સારી રીતે જનત થાય અને સાથેસાથે ભુજના નાગરિકો એકદમ તાજું દુધ મેળવતા થાય એ માટેનો આ સ્તુત્ય પ્રયાસ છે. શું આપ તાજું, ચોખ્ખું દુધ મેળવવા ઇચ્છો છો ? આ અંગે વધુ માહિતી મેળવવા આપ નીતાબેન ખુબચંદાનીનો ૮૧૪૧૪૭૭૩૬૧ પર સંપર્ક કરી શકો છો.

 

 

 

 

 

 

 

 

 

Author
Nita Khubchandani's picture