૧૨મી ઓગસ્ટ, "આંતરરાષ્ટ્રિય યુવા દિવસ"

દર વર્ષે ૧૨મી ઓગસ્ટના રોજ "આંતરરાષ્ટ્રિય યુવા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય યુવાનોના મુદ્દા અને તેમના દ્રષ્ટિકોણ તરફ ધ્યાન દોરવાનું છે. ૧૭મી ડિસેમ્બર ૧૯૯૯ના રોજ યુથ વર્લ્ડ કોન્ફરન્સ દરમ્યાન થયેલી ભલામણોને ધ્યાનમાં રાખીને દર વર્ષે ૧૨મી ઓગસ્ટના દિવસને "આંતરરાષ્ટ્રિય યુવા દિવસ" તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી. પ્રથમ વખત આ દિવસની ઉજવણી ૨૦૦૦ની સાલમાં મનાવવામાં આવ્યો હતો.

આજે ભારતમાં ૩૬૫ મિલીયન યુવાનો છે જેમાં કુલ વસ્તીના ૨૦ ટકા ૧૦ થી ૨૪ વર્ષના છે. ભારતની કુલ વસ્તીના ૫૦ ટકા ૨૫ વર્ષથી નીચે અને ૬૫ ટકા ૩૫ વર્ષથી નીચેની ઉંમરના યુવાનો છે એટલે કે ૬૫ મિલીયન યુવાનો ૩૫ વર્ષની ઉંમરના છે. સમગ્ર વિશ્વમાં ભારતને યુવાનોનો દેશ કહેવામાં આવે છે. યુવા શક્તિને સારા મુલ્યો શીખવવા, યોગ્ય શિક્ષણ અને ટેકનોલોજીના નિષ્ણાતો બનાવવા જરુરી છે પરંતુ જ્યારે આ યુવાનો પોતાની સામાજિક અને રાજકીય જવાબદારી ભૂલી જાય ત્યારે દેશનો વિકાસ અટકી જાય છે.

દેશમાં ભ્રષ્ટાચાર, દુષ્ટતા, બેકારી, ગરીબી, ભૂખમરો, શિક્ષણનો અભાવ, વસ્તી વધારો જેવી કેટલીયે સમસ્યાઓ છે. આવી પરિસ્થિતિમાં યુવાશક્તિને જાગૃત કરીને તેમને રાષ્ટ્ર પ્રત્યે સજાગ કરવા જરુરી છે અને એ જ સાચી દેશસેવા કહેવાશે.

Author
Jigna Joshi's picture